મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાન સામે કલેકટર કેમ લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી કરતાં ?: કોંગ્રેસનો અણીદાર સવાલ


SHARE











મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાન સામે કલેકટર કેમ લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી કરતાં ?: કોંગ્રેસનો અણીદાર સવાલ

મોરબીમાં ભાજપના આગેવાન દ્વારા સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્લોટ ઉભો કર્યો છે તે મોરબીના મામલતદાર કહે છે, તો મોરબી જિલ્લાના કલેકટર શા માટે દબાઈ છે. તેવો અણીદાર સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દ્વારા કરવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાને સામે કલેકટર કેમ લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી કરતાં તેવો પણ સવાલ કરેલ છે.

નાના માણસો પોતાના મકાનનો થોડો ભાગ બહાર કાઢીને ચણતર કરે તો તેની સામે લેન્ડ ગેબિંગની ફરિયાદ કરવામાં આવે છે તો કલેકટર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગ કેમ દાખલ કરવામાં આવતી નથી ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે અને વધુમાં તેઓએ એવું પણ કહ્યું છે કે, સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને તેનો કોમર્શિયલ ઉપયોગ પણ કરવામાં આવેલ છે તો પણ મોરબી માળિયાના ધારાસભ્ય કેમ ચૂપ છે ? તેમના દ્વારા આ સરકારી જમીનને દબાણ મુક્ત કરવા માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને નિવેદન આપવામાં આવતું નથી ? અને ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકારીને કહેવામા આવતું નથી તેવા પણ સવાલ કરેલ છે.

વધુમાં મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, જિલ્લામાં ભાજપના આગેવાન દ્વારા ગોચર-સરકારી જમીન ઉપર દબાણ કરીને પોતાનો બિઝનેસ ઉભો કરી નાખેલ છે અને રેવન્યુ મામલતદાર, કલેકટર તેમના દબાણમાં આવી આંખ આડાં કરીને કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી ત્યારે સરકારના અઘિકારી પ્રજાના ટેક્ષના પૈસાથી પગાર મેળવે છે જેથી કરીને પ્રજાના કામને પ્રાધાન્ય આપવું જોઈએ. અને જો મોરબીના કલેકટર ગેરકાયેદ ખડકાયેલ દબાણને દૂર નહીં કરાવે તો આગામી દિવસોમાં પ્રજાને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો કોર્ટમાં પણ જવાની તૈયારી છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રીએ જણાવ્યુ છે






Latest News