મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. 5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે ડો. મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર) તેમજ હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા (PSI) તેમજ ડો સુહાનાબેન ફિરોઝભાઈ કડીવાર સહિતના હાજર રહ્યા હતા. તેમજ મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષનું સ્થાન આપી તેમનું સન્માન કરેલ હતું આ તકે પ્રમુખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ હતા અને રિલીફ કમિટીના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન  સમારોહને સફળ બનાવેલ હતો અને અંતમાં તમામ આગેવાનો, કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓની આભારવિધી રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવેલ હતી






Latest News