સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પાંચ પૈકીના ત્રણ તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઇંચ જેટલો વરસાદ: હજુ પણ વરસાદી માહોલ


SHARE











મોરબી જિલ્લામાં પાંચ પૈકીના ત્રણ તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઇંચ જેટલો વરસાદ: હજુ પણ વરસાદી માહોલ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગામી નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તેવામાં વાત કરીએ તો ગઈકાલે બપોર પછીથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ બંધાયો હતો અને મોરબી જિલ્લામાં પાંચ પૈકીના ત્રણ તાલુકાઓમાં અડધાથી લઈને સવા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતની સીઝનની વાત કરીએ તો અત્યાર સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ માળિયા તાલુકા વિસ્તારમાં નોંધાયેલ છે

મેઘરાજાએ આ વખતે પહેલા રાઉન્ડમાં જ મોરબી સહિત મોટાભાગના સ્થાનિક જળાશયોને ઓવરફ્લો કરી દીધા હતા અને લગભગ એકાદ અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયેલા રહ્યા જયા તેના કારણે ખેડૂતોના મોટાભાગના પાક નિષ્ફળ ગયા છે હજુ ખેતીના પાકમાં થયેલ નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થયેલ નથી ત્યાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે પ્રકારની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે અને જો વાત કરીએ તો છેલ્લી 24 કલાકમાં મોરબી જિલ્લાના પાંચ પૈકીના ત્રણ તાલુકામાં અડધાથી લઈને સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જેમાં વાંકાનેર તાલુકામાં ૩૦ એમએમ, ટંકારા તાલુકામાં 15 એમએમ અને હળવદ તાલુકામાં 31 એમએમ વરસાદ નોંધાયેલ છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ આજના દિવસ દરમિયાન પણ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

અત્રે ઉલેખનીય છે કે જો સીઝનના વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં 1057 એમએમ, માળિયા તાલુકામાં 443 એમએમ, વાંકાનેર તાલુકામાં 1019 એમએમ, ટંકારા તાલુકામાં 1269 એમએમ અને હળવદ તાલુકામાં 720 એમએમ વરસાદ ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વરસી ગયો છે એટલે કે આ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ટંકારા તાલુકા વિસ્તારમાં નોંધાયો છે અને સૌથી ઓછો વરસાદ માળિયા તાલુકા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પરંતુ અંદાજે એક મહિના પહેલા મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ 1, 2 અને 3 ડેમ ઓવરફ્લો થયા હતા અને તે સમયે વરસાદ પણ હતો જેથી કરીને માળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને નેશનલ હાઇવે રોડ પણ લગભગ 24 કલાક જેટલા સમય સુધી બંધ રાખવો પડ્યો હતો.






Latest News