ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત ! 


SHARE







મોરબીના હાઉસીંગ બોર્ડને આખલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોંગ્રેસની મુખ્યમંત્રીને રજૂઆત ! 

મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડમાં આખલાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે જીવલેણ અકસ્માત થાય તે પહેલા આખલાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં શહેર કોંગ્રેસનાં સંગઠન મંત્રી સુરપલસિંહ જાડેજા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓ ત્રાંસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને આખલા ગંભીર ઈજાઓ કરેલ છે અને વાહનોના અકસ્માત પણ થાય છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે. જેથી કરીને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે હાલમાં મોરબી શહેરમાં વોર્ડ નં.૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કુલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કુલે જતાં બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે કામ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ ઉપરોકત પ્રશ્ન બાબતે સોશિયલ મીડીયામાં અવારનવાર ફોટો તેમજ વીડીયો મારફત લોકોએ તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ અધિકારીઓ દ્વારા મોરબી શહેરને આખલાઓના ત્રાસથી મુક્તિ આપવા માટે વાતો પણ કરવામાં આવે છે જો કે, કામ માત્રને માત્ર કાગળ ઉપર થાય છે અને નિદ્રાધીન તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવેલ નથી. જેથી આખલાઓના ટ્રાન્સ માંથી નગરજનોને વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે તે નિવાર્ય છે






Latest News