મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તમામ તાલુકાઓમા સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૩૦૩ સફાઈ મિત્રોનું કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા તમામ તાલુકાઓમા સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૩૦૩ સફાઈ મિત્રોનું કરાયું સન્માન

મોરબી જિલ્લામાં સાફ-સફાઈ કરતા સફાઈ મિત્રો‌ની કામગીરીને સન્માનવા તથા તેમની આરોગ્ય તપાસ અને યોજનાકીય માહિતી આપવાના હેતુથી ૩૦૩ સફાઈ કર્મચારીઓને સાંકળીને તમામ તાલુકાસફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવાઅભિયાનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપ, સફાઈ મિત્ર આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ, સફાઈ કામદારોને વ્યવસાયિક જોખમથી બચાવવા સુરક્ષા સાધનોનું વિતરણ તથા તેમના આર્થિક વિકાસ માટે બેન્ક સુવિધા તેમજ સરકારી વિવિધ યોજનાઓથી જોડવા માટે સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સફાઈ મિત્રો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિર અન્વયે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્વારા સફાઈ કામદાર એવા સ્વચ્છતા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. સફાઈ મિત્ર આરોગ્ય સુરક્ષા કાર્યક્રમઅંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં ૩૦૩ જેટલા સફાઈ કામદારો તથા તેમના પરિવારજનોની આરોગ્ય વિભાગના સહયોગથી પ્રીવેન્ટીવ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમના ભાગરૂપે આ સ્વચ્છતા કામદારો અને તેમના આશ્રિતોને સામાજિક સુરક્ષા અને તેમના પરિવાર કલ્યાણ માટે વિવિધ યોજનાઓ સાથે જોડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા






Latest News