ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લગ્ન કરવાની લાલચ આપીને પરિણીતાનો દહે અભડાવનારા પત્રકારની ધરપકડ


SHARE







વાંકાનેરમાં લગ્ન કરવાની લાલચ આપીને પરિણીતાનો દહે અભડાવનારા પત્રકારની ધરપકડ

વાંકાનેર શહેરમા લગ્નની ખોટી લાલચ આપીને પત્રકાર દ્વારા મહિલાની સાથે શરીર સબંધ બંધવામાં આવેલ હતો જેથી કરીને મહિલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને ગણતરીની કલાકમાં પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર શહેરમાં રહેતી મહિલાએ સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી કે, આજથી આશરે એકાદ મહીના પહેલા રાત્રીના દસેક વાગ્યે હું જમીને અમારા ઘરની બહાર ઓટલા ઉપર બેઠી હતી તે સમયે અમારા વિસ્તારમા રહેતા પ્રેસવાળો શાહરૂખભાઈ ઉર્ફે ગુડો મુસ્લીમ મારી પાસે આવ્યો હતો અને કાગળની ચીઠ્ઠીમા તેના મોબાઈલ નંબર આપેલ હતા અને મને ફોન કરજો તેમ કહ્યું હતું જેથી કરીને મહિલાએ બીજા દીવસે સવારના દસેક વાગ્યે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને કેમ નંબર આપ્યા તો તેણે ફરિયાદીને એવું કહ્યું હતું કે, “તુ મને બહુ ગમે છે, મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને તે મહિલાની સાથે વાતચિત કરી હતી.

વધુમાં મહિલાએ કહ્યું હતું કે, વીસેક દીવસ પહેલા બપોરના બારેક વાગ્યાની આસપાસ તેના પતિ અને બંને દીકરાઓ બહાર ગયેલ હતા જેથી મે શાહરૂખને ફોનથી કહેલ કે આજે હુ એકલી છુ અને જમ્યા કે શું તેવી વાતચીત કરી હતી ત્યાર બાદ મહિલા ઘરકામ કરી રહી હતી ત્યારે શાહરૂખ તેના ઘરે ગયો હતો અને તમે મને ગમો છો મારે તમારી સાથે લગ્ન કરવા છે તેવુ બોલીને તેને ઘરના રૂમમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીર સબંધ બાંધેલ હતો અને ત્યાર પછી થોડીવાર બેસીને જતો રહેલ હતો. જે બનાવની વાત મહિલાએ તેના બે સંતાનો અને સંસારને ધ્યાને રાખીને તેના પતિને કરી ન હતી.

ત્યાર બાદ તા.૨૩/૯ ના આશરે બારેક વાગ્યે મહિલા ઘરે હતી ત્યારે શાહરૂખ તેના ઘરે આવેલ હતો અને અંદરથી ઘરનો મેઈન દરવાજો બંધ કરીને મારી સાથે વાતો કરતો હતો કે તારી સાથે લગ્ન કરવા છે કહીને ફરિયાદીની સાથે શરીર સબંધ બાંધેલ હતો ત્યાર બાદ બને બેઠા હતા ત્યારે ફરિયાદીનો મોટો દીકરો ઘરની વંડી ટપીને ઘરમાં આવેલ હતો અને અને બાદમાં મહિલાના દીકરા અને શાહરૂખ વચ્ચે બોલાચાલી તેમજ ઝગડો થયેલ હતો. ત્યારે મહિલા વચ્ચે છોડાવવા આવી હતી ત્યારે શાહરૂખે કહ્યું હતું કે, મારે તારી સાથે લગ્ન કરવા નથી જેથી મહિલાએ શાહરૂખને કહ્યું હતુ કે, “તારે લગ્ન કરવા ન હતા તો તે મને લગ્નની લાલચ આપી મારી સાથે શરીર સબંધ શા માટે બાંધેલ ? તો શાહરૂખે કહ્યું હતું કે, “તારી સાથે શરીર સબંધ બાંધવા જ આવેલ હતો.

જેથી મહિલાના મોટા દીકરાએ તેના કુટુંબીજનો તેમજ તેના પિતાને આ બનાવની વાત કરી હતી અને ભોગ બનેલ મહિલાને તેના પરિવારે હિંમત આપતા તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-૬૯ મુજબ ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે આરોપી શાહરૂખભાઈ ઉર્ફે ગુડો અહેમદભાઈ ચૌહાણ (28) રહે. વેલનાથપરા ભારત ઓઈલમીલ પાછળ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી વાંકાનેરના પીઆઇ એચ.વી.ઘેલાની સૂચના મુજબ પીએસઆઈ ડી.વી.કાનાણી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News