મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લામાં ભીંતચિત્રોથી સ્વચ્છતાના રંગે રંગાયા મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરો


SHARE







મોરબીમાં જિલ્લામાં ભીંતચિત્રોથી સ્વચ્છતાના રંગે રંગાયા મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરો

સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.

હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક નયા સવેરા લાયેંગે, પૂરે ભારત કો સ્વચ્છ ઔર સુંદર બનાયેંગે’, સેવ વોટર સેવ લાઈફ જલ હી જીવન કા આધાર હૈ, જલ કે બિના જીના નામુમકીન હૈ’, ‘કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખો’, ‘સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહિયારી ફરજ’, ‘મારું શહેર સ્વચ્છ શહેર’, ‘સ્વચ્છ સર્વેક્ષણ’, ‘એક પગલું સ્વચ્છતા તરફ, સહિતના સંદેશાઓ સાથે મોરબી, વાંકાનેર તથા હળવદ સહિતના શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો, સરકારી વસાહતો તથા સુલભ સૌચાલયની દીવાલો પર રંગબેરંગી ચિત્રો બનાવી લોકોને સ્વચ્છતા માટે ભીંત ચિત્રો થકી જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.






Latest News