ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી, સજનપર, ચાંચાવદરડા, બાદનપર ગામે ગૌસેવાના લાભાર્થે ઐતિહાસિક નાટકો યોજાશે


SHARE







મોરબી, સજનપર, ચાંચાવદરડા, બાદનપર ગામે ગૌસેવાના લાભાર્થે ઐતિહાસિક નાટકો યોજાશે

ટંકારા તાલુકાના સજનપર ગામે તા.૬ ને શનિવારના ભાઈબીજના રોજ રાત્રે ૯:૩૦ કલાકે શ્રી બાપા સીતારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા "જય ચિતોડ" નામનું નાટક તેમજ "માલી મતવાલી" હાસ્ય કોમિક ગૌશાળાના લાભાર્થે રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં પધારવા તમામ ગૌપ્રેમી તથા ધર્મપ્રેમી જનતાને શ્રી બાપા સીતારામ ગૌસેવા યુવક મંડળ તેમજ સમસ્ત સજનપર ગામવતી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જ્યારે મોરબીના ચાંચાવદરડા ગામના બજરંગ મંડળ દ્વારા તેમજ ચાંચાવદરડા ગામ સમસ્ત દ્વારા પણ નાટકનું આયોજન કરાયેલ છે.આવતીકાલ તા.૨ ને મંગળવારના દિવસે રાત્રીના દસ વાગ્યે ગામના રામજી મંદિરના ચોકમાં કાર્યક્રમ યોજાશે.જેમાં અતિ લોકચાહના ધરાવતું ઐતિહાસિક નાટક "શેતલને કાંઠે" એટલે કે આલણ અને દેવલો સાથે પેટ પકડાવીને હસાવતું નાટક એથીયો-પેથીયો યોજાશે તેમ બજરંગ મંડળ તેમજ ચાંચાવદરડા ગામ સમસ્ત દ્વારા યાદીમાં જણાવાયું છે.

જ્યારે મોરબીના બાદનપર (આમરણ) ગામે પણ નવનિર્મિત મંદિરના લાભાર્થે આજે તા.૨ ને મંગળવારે રાત્રિના સાડા નવ કલાકે નાટકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમા ઐતિહાસિક નાટક "વીર અભિમન્યુ" તથા ધાર્મિક નાટક "રાજા ભરથરી" તેમજ સાથે પેટ પકડીને હસાવતું નાટક "નાથા બાપાનો ઘરસંસાર" યોજવામાં આવેલ છે.જ્યારે આજે તા.૧ ને સોમવારે મોરબીમાં ગંદ્રાની વાડી ખાતે પ્રવીણભાઈ પોપટભાઈ નકુમને ત્યાં કનેસરા ધામ બાબા રામદેવ રામામંડળનું પણ આયોજન કરવામાં આવેલું છે.જસદણના કનેસરા ગામે રામદેવપીરનું નવું મંદિર છે ત્યાંના કનેસરા બાબા રામદેવ રામામંડળના કલાકારો દ્રારા આજે તા.૧ ને સોમવારે ગંદ્રાની વાડી મોરબી ખાતે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સબ જેલમાં એકતાના સપથ લેવાયા

૩૧મી ઑક્ટોબરએ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસે સરદાર પટેલ એક રાજકીય તથા સામાજિક નેતા હતા.જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. જેથી આ દિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે પણ મનાવાય છે." તેથી એકતા દિન નિમીતે ઉજવણીનુ આયોજન કરી મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તેમજ જેલના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસે શપથ લીધા હતા.






Latest News