મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ ધોકા વડે માર મારીને આધેડની કરી હત્યા


SHARE











માળીયા મીયાણાના મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ ધોકા વડે માર મારીને આધેડની કરી હત્યા

માળીયા મીયાણામાં આવેલ મોવર ટીંબા વિસ્તારમાં રહેતા આધેડને તે જ વિસ્તારમાં રહેતા બે શખ્સની સાથે જમવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને લાકડાના ધોકા વડે આધેડને શરીર ઉપર આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના હરીપર આકડીયા વિસ્તારમાં રહેતા અજયભાઈ ચંદુભાઈ ભીમાણી (25) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રજાક ગફુરભાઈ મોવર રહે બને મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ 20/9 ના રાત્રિના પોણા બારેક વાગ્યાથી લઈને 21 તારીખના સવારના 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મૃતકના પિતા ચંદુભાઈ લાધાભાઇ ભીમાણી (58) ને બંને આરોપીઓએ જમવા બાબતે ઝઘડો કરીને તેનું મન દુઃખ રાખીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.કે. જાડેજા ચલાવી રહ્યા છે






Latest News