મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં ગજાનંદ પોટરી ખાતે આધેડે અંતિમ પગલું ભર્યું: મોરબીમાં ઘરમાંથી 6 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE











મોરબીમાં ગજાનંદ પોટરી ખાતે આધેડે અંતિમ પગલું ભર્યું: મોરબીમાં ઘરમાંથી 6 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં આવેલ જીવરાજ પાર્કમાં રહેતા આધેડે ગજાનંદ પોટરીમાં પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આ અંગેની તેના સગા સંબંધીને જાણ થતા મૃતકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નજરબાગ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજ પાસે રહેતા રામદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા (54) નામના આધેડે ગજાનંદ પોટરીમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના સગા સબંધીઓ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળ વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

6 બોટલ દારૂ

મોરબીના રણછોડનગર વિસ્તારની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા અબુભાઈ કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 5,100  રૂપિયાની કિંમત દારૂની બોટલો કબજે કરી હતી જોકે દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી અબુભાઈ ફતેમામદ કટીયા જાતે મીયાણા રહે. રણછોડનગરની પાછળ મફતિયાપરા મોરબી વાળો હાજર ન હોવાથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News