મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

રાહુલ ગાંધીને ગર્ભિત ધમકીઓ આપનારા ભાજપના નેતાઓની સામે FIR નોંધવા જિલ્લા કોંગ્રેસની માંગ


SHARE







રાહુલ ગાંધીને ગર્ભિત ધમકીઓ આપનારા ભાજપના નેતાઓની સામે FIR નોંધવા જિલ્લા કોંગ્રેસની માંગ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એસપી કચેરી ખાતે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ જુદાજુદા તાલુકા અને શહેરી વિસ્તારમાંથી કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા અને ત્યાં જઈને મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનારા ભાજપના આગેવાન તનવીરસિંહ દ્વારા રાહુલ ગાંધીને તેના દાદી જેવા હાલ થશે તેવી ગર્ભિત ધમકી આપવામાં આવી છે, સંજય ગાયકવાડ ધારાસભ્ય મહારાષ્ટ્રના જે ભાજપની સહયોગી સંસ્થા છે તેના દ્વારા રાહુલ ગાંધીની જીભ કાપે તેને 11 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ રેલવે રાજ્ય મંત્રી નવનીત બીટ્ટુ એ દેશના નંબર વન આતંકવાદી તરીકે રાહુલ ગાંધીની ટિપ્પણી કરી છે તથા રઘુરાજસિંહ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ને ભારતના નંબર વન આતંકવાદી તરીકે ટિપ્પણી કરવામાં આવે છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ. ઝાલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનારાઓની સામે એફઆઇઆર દાખલ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News