મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નટરાજ ફાટકે બની રહેલા ઓવર બ્રિજના પિલરનો ઉપરનો ભાગ ભવિષ્યમાં દુર્ઘટના નોતરે તે પહેલા જ તોડી પાડવા આદેશ


SHARE













મોરબીના નટરાજ ફાટકે બની રહેલા ઓવર બ્રિજના પિલરનો ઉપરનો ભાગ ભવિષ્યમાં દુર્ઘટના નોતરે તે પહેલા જ તોડી પાડવા આદેશ

મોરબીમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા મહિનાથી ત્યાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જો કે, હાલમાં જે પિલ્લર ઊભા કરવામાં આવ્યા છે તેના ઉપરના ભાગે કોન્ટ્રાક્ટર દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેનું એલાઈમેંટ કામ દરમ્યાન ખસી ગયું હોવાથી ઓવરબ્રિજ ઉપર ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તે પહેલા પિલ્લર ઉપરનો જે ભાગ નમી ગયો છે તેને તોડી પાડવા માટે માએગ મકાન વિભાગના અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છે જેથી કરીને હાલમાં જોખમી ભાગને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે અને આ કામ અમદાવાદની રણજીત કન્સ્ટ્રક્શન કંપની આપવામાં આવ્યું છે જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી પિલ્લર ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે તેવામાં જે પાંચ નંબરનો પિલ્લર છે તેના ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં કામ દરમ્યાન કોંક્રિટના ભરાઈ વખતે તેનું એલાઈમેંટ ખસી ગયું હતું જેથી કરીને તે ભાગ નમી ગયો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ભવિષ્યમાં આ ઓવરબ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ જોખમી ભાગને તોડી પાડવા માટેનો આદેશ કરવામાં આવેલ છે તેવી માહિતી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ આદ્રોજા પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છેકે, હાલમાં કોન્ટ્રાકટર દ્વારા વધારાના ભાગને તોડી પાડવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.






Latest News