મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે ભેંસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા આધેડ સારવારમાં


SHARE







મોરબીના નાગડાવાસ પાસે ભેંસ સાથે બાઇક અથડાતાં ઇજા પામેલા આધેડ સારવારમાં

મોરબીના નાગડાવાસ ગામની સીમમાં બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક ભેંસ સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા ભીખાલાલ યુવરાજભાઈ કાંજિયા (50) નામના આધેડ બાઈક લઈને નાગડાવાસ ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની સામે ભેંસ આવતા ભેંસ સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો, જેમાં આધેડને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ\ને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા લીલાબેન ચંદુભાઈ અઘારીયા (50) ગામના મહિલા પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેમને ઈજા થતાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News