મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે !: છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો


SHARE







મોરબી સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે !: છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો

મોરબી આમ તો છેલ્લા ઘણા વર્ષોથી સિરામિક સિટી તરીકે જાણીતું છે પરંતુ હવે આ શહેર સીલીકોસીસ સીટી તરીકે ઓળખાશે તેવું સિલિકોસિસ સંઘ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે અને તેમના કહવા મુજબ છેલ્લા છ મહીનામાં ઉદ્યોગના લીધો ૧૫ પીડીતોનો ભોગ લેવાયો છે અને આ રોગ સીરામીકમાં મજુરી કામ કરવાથી થયેલ છે તેવી પણ પીડિતો જણાવી રહ્યા છે.

મોરબીમાં રહેતા પ્રકાશભાઈના પત્ની જ્યોતિબેનને પતીની સારવાર પાછળ દાગીના વેચવા પડઆ અને ગુજરાન ચલાવવા બે લાખનું દેણું પણ કરવું પડ્યું છે ત્યારે ૩ નાના બાળકો છે એમને હવે એકલે હાથે ઉછેરવા કેમ તેની ચીંતા જ્યોતિબેનને કોરી ખાય છે. અને દેણું કેમ ભરાશે ? જે કંપનીઓનું કામ કરતાં પ્રકાશભાઇનો જીવ ગયો છે તે તેમને વળતર ચુકવશે ? ૩ મહીના પહેલા જ પ્રકાશભાઇના સગાભાઈ ભરતભાઈ માર્ચ ૨૦૨૪માં સીલીકોસીસથી મૃત્યુ પામ્યા અને એમના ઘરની પરીસ્થિતી પણ એવી જ છે. સમલીના કરશનભાઈના પરીવાર અને મોરબી વિક્રમભાઈના પરીવારે તો ૧૦-૧૦ લાખથી વધુ રૂપિયાનો દેણામાં નાખ્યા પછી પણ પોતાના લાડકવાયાને બચાવી શક્યા નથી. મોરબી જીલ્લાનું સીરામીક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સીરામીક પ્રોડકટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે પણ કામદારો વગરના મોરબીની કલ્પના કરી જુઓ.

સીરામીક એકમોએ કામદારોને સીલીકોસીસ નામની વ્યવસાયીક બીમારી આપીને આ બીમારી વળતર પાત્ર હોવા છતાં કામદારો પાસે કામના પુરાવા જ ન હોવાને કારણે આ કાયદા માત્ર કાગળના વાઘ પુરવાર થાય છે. આ મોરબી શ્રમ આયુક્તની કચેરી અને જીલ્લા ઔધ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી કચેરી બંનેની કામગીરી ઉપર પ્રશ્ન ચિન્હ ઊભો કરે છે. અને મહીના દીઠ મૃત્યુના આંક ઉપર નજર કરીએ તો ફેબ્રુઆરીમાં ૨, માર્ચમાં ૩, એપ્રિલમાં ૩, મે માં ૧, જુનમાં ૩, જુલાઇમાં ૩ એવી રીતે ૬ મહીનામાં કુલ ૧૫ લોકોના મોત થયેલ છે. તેમના પરિવારોની સ્થિતિ દયનીય થઈ ગયેલ છે.






Latest News