મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ


SHARE







મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શિક્ષક રત્ન એવોર્ડ

રાજકોટના શ્રી નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષકદિનના ઉપક્રમે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે યોજાયેલ 'શિક્ષક રત્ન સન્માન' સમારોહમાં મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો. ડૉ. યોગેશ એ. જોગસણના હસ્તે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાપોદરિયાને શાલ ઓઢાડી, શિલ્ડ, પ્રમાણપત્ર અને પુસ્તક અર્પણ કરી 'શિક્ષક રત્ન' એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2023 માં શિક્ષકદિને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના 'પતંગિયું કેવું મજાનું' અને 'પાંખ મળે તો...' બાળકાવ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. તેમના 'પાંખ મળે તો...' બાળકાવ્યસંગ્રહને  ગુજરાતનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આમ શિક્ષક સંજયકુમાર બાપોદરિયાએ 'શિક્ષક રત્ન' એવોર્ડ પ્રાપ્ત કરી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવારનું ગૌરવ વધારેલ છે.






Latest News