ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની જયંતિભાઈ પટેલની માંગ


SHARE







ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની જયંતિભાઈ પટેલની માંગ

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતાં નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા જે ભાવવધારો અહીંના સિરામિક ઉદ્યોગકારો સહન કરી શકે તેમ નથી જેથી તેમને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ગુજરાત ગેસ કંપની છેલ્લા કરવામાં આવેલા ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ તેઓએ કરલે છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં સિરામિક ઉદ્યોગ પથરાયેલ છે અને તેમાં લાખો લોકોને રોજગારી મળે છે આટલું જ નહીં પરંતુ સરકારને પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં ટેક્સની કમાણી કરી આપે છે ત્યારે અહીના સિરામિક ઉધોગને ટકાવી રાખવાની જવાબદારી સરકારની છે.જોકે સરકાર તરફથી આ ઉદ્યોગને કોઈપણ પ્રકારની હૂંફ આપવામાં આવતી નથી તેવું મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું છે અને વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જેમાં ખાસ કરીને વિદેશમાં માલ મોકલાવવા માટે કન્ટેનર મળવા અને અન્ય ઘણી બધી મુશ્કેલીઓ છે તે ઉપરાંત ગેસ કંપની દ્વારા પણ સતત ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે ત્યારે ગુજરાત ગેસ કંપની જે ગુજરાત સરકાર હેઠળ આવે છે આ કંપની દ્વારા આજથી ૧૧.૬૬ રૂપિયાનો ભાવવધારો કરવામાં આવે છે આ ભાવ વધારે તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અને મોરબીના સિરામિક ઉદ્યોગને હૂંફ આપવામાં આવે તેવી તેમના દ્વારા માંગણી કરવામાં આવેલ છે જો ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવવધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં અહીં ઉદ્યોગકારોની મુશ્કેલીમાં હજુ પણ વધારો થાય અને ઉદ્યોગ બંધ થાય તો નવાઈ નથી






Latest News