મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા ગામે માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ મહિલાનુ મોત


SHARE







વાંકાનેરના કોઠારીયા ગામે માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ મહિલાનુ મોત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રૂકમુદીન શેરસીયાના પત્ની અનીશાબેન શેરસિયા (40)એ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે વાકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ અંગેની આગળની તપાસ કરી રહેલા મોમજીભાઈ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક મહિલાને છેલ્લા છએક વર્ષથી માનસિક બીમારી હતી જેની દવા પણ ચાલી રહી હતી અને બીમારીથી કંટાળીને મહિલાએ આ પગલું ભર્યું છે તેવું મૃતક મહિલાના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે. જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો વિનોદ મગનભાઈ કુરિયા (22) નામનો યુવાન મોરબીના મયુરપુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News