મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ


SHARE











મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ

મોરબીના નવાડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે વેપારીએ એકટીવા મૂક્યું હતું.જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી.જેથી ભોગ બનેલા વેપારીએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવામાં તજવીજ શરૂ કરી હતી અગાઉ ત્રણ પકડાયા હતા અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે.

 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નંબર-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે થોડા સમય પહેલા ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, ગત તા.૫-૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેમણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા ઇસમોએ રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરી હતી.ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઈન્દ્રેકર અને ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે અને લક્ષ્મણ પુંજાભાઈ ગાગડકે (૪૫) રહે.કુબેરનગર છારાનગર નવખોડી અમદાવાદની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મદદગારી સબબ સંડોવાયેલા ચંદ્રકાંત ઉર્ફે સોનું જયંતીભાઈ તમંચે છારા 47 રહે.નવખોલી સુધીરભાઈના ભાડાના મકાનમાં છારાનગર કુબેરનગર પાસે સરદારનગર અમદાવાદ વાળાની સંડોવણી સામે આવી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ પી.આર.સોનારા અને રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને રાબેતા મુજબ જેલ હવાલે કરાયો હતો.

ફીનાઇલ પી લેતા સારવારમાં

ગોંડલના ખાંડાધાર ગામે રહેતો મનસુખભાઈ ડાંગર નામનો 40 વર્ષનો યુવાન વાંકાનેર સેવા સદન ખાતે કોઈ કારણોસર ફીનાઇલ પી જતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો છે.તેમ એ ડીવીજન પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના જોધપુર નદી ગામે રહેતા લક્ષ્મીબેન રમેશભાઈ કલોતરા નામના 46 વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને ગામમાંથી જતા હતા.ત્યારે ગામ નજીક તોઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામેલ લક્ષ્મીબેન કલોતરાને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જેથી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.




Latest News