મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામા હત્યાના બે ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE







મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામા હત્યાના બે ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામા હત્યાના બે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો જે આરોપીને જાબુઆ ગ્રામીણ બેંક નજીકથી હસ્તગત કરવામાં આવે છે અને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યાના બે ગુનામાં છેલ્લા નવ વર્ષથી આરોપી ફરાર હતો જે મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના કુશલપુરા ગામના રહેવાસી હતો  અને ત્યાં હોવાની મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને હક્કિત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને આરોપી રાજેશ પુજીયાભાઈ ભુરિયા (35)ને મધ્યપ્રદેશના જાબુઆ ખાતે ગ્રામીણ બેંક નજીકથી હસ્તગત કરવામાં આવેલ છે અને તેને હાલમાં મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા કિશનભાઇ ધીરુભાઈ પરમાર (29) નામનો યુવાન બાઇક લઈને મોરબી તાલુકાના ધરમપુર ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ તુલસી પેટ્રોલ પંપ સામેથી બાઈક લઈને હિતેશ લાલજીભાઈ પાનસુરીયા (28) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે






Latest News