મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત


SHARE







મોરબીના નીચીમાંડલ ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં નવોઢાનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબીના હળવદ રોડ પર આવેલ નીચીમાંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજુરી કામ કરતા યુવાનની પત્નીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે. મૃતક મહિલાનો લગ્નગાળો માત્ર ત્રણ મહિનો હોય, ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના હળવદ રોડ પર નીચીમાંડલ ખાતે આવેલ વેટીકન સિરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજુરી કામ કરતા બસંતીબેન મુનસીભાઇ ગુંદીયા (ઉ.વ.રર) એ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇ લીધો હતો.તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ લઇને આવ્યા હતા અને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો ત્રણ મહિનો હોય, તેને કયાં કારણોસર અંતિમ પગલુ ભર્યુ છે તે દિશામાં ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.






Latest News