મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

હળવદ-વાંકાનેર તાલુકામાં જુગારની પાંચ રેડ: 10 શખ્સ ઝડપાયા, બે ની શોધખોળ


SHARE











હળવદ-વાંકાનેર તાલુકામાં જુગારની પાંચ રેડ: 10 શખ્સ ઝડપાયા, બે ની શોધખોળ

હળવદ અને વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી પાંચ રેડ કરી હતી ત્યારે કુલ મળીને 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા છે જો કે, બે શખસોના નામ સામે આવ્યા છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરે ત્રણ માળિયા ક્વાર્ટર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રમેશભાઈ ઉર્ફે મનો સીધાભાઈ બાંભવા (23), ત્રિકમભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (60), ગણપતભાઈ ગોવિંદભાઈ બાંભવા (25), અજીતભાઈ ઉર્ફે મથુર ધનજીભાઈ રાઠોડ (26) રહે. બધા હળવદ તાલુકા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,900 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આવી જ રીતે હળવદમાં રેલવે સ્ટેશન રોડ ઉપર લક્ષ્મી લોજ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હોય ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે રાજેશભાઈ ઉર્ફે પીન્ટો પ્રવીણભાઈ પરમાર (35) રહે. હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 520 ની રોકડ કબજે કરી તેની સામે ગુનો નોંધ્યો છે.

વાંકાનેરના સિપાઈવાસમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈકબાલભાઈ અશરફભાઈ ચૌહાણ (25) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસ તેની પાસેથી 11,100 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી રહે. સુરેન્દ્રનગર વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે અને જુનેદભાઈ ભટ્ટીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

આવી જ રીતે વાંકાનેરના લક્ષ્મીપરા ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા હુસેનભાઈ સલીમભાઈ ગોરી (31) રહે. બંધુ સમાજ હોસ્પિટલની સામે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 2,600 રૂપિયાની રોકડ કબજે કરવામાં આવી હતી આ શખ્સ વાંકાનેરમાં રહેતા જમાલભાઈ ખલીફા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને જમાલભાઈ ખલીફાને પકડવા તજવીજ શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે અદેપર રોડ ઉપર પેપર મીલ સામે જાહેરમાં જુગાર રમતા આવવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ભરતભાઈ પોપટભાઈ દેલવાણીયા (48), અજયભાઈ ધીરુભાઈ કોંઢીયા (30) અને અરવિંદભાઈ શામજીભાઈ કોંઢીયા (35) રહે બધા પંચાસીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,330 ની રોકડ કબજે કરી હતી






Latest News