મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં દારૂની બે રેડ, 10 બોટલ દારૂ સહિત 2.29 લાખથી વધુનો મુદામાલ કબજે:  એકની ધરપકડ, બેની શોધખોળ


SHARE







મોરબી-વાંકાનેરમાં દારૂની બે રેડ, 10 બોટલ દારૂ સહિત 2.29 લાખથી વધુનો મુદામાલ કબજે:  એકની ધરપકડ, બેની શોધખોળ

મોરબી અને વાંકાનેરમાં જુદાજુદા બે સ્થળ ઉપર દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને પોલીસે દારૂની 10 બોટલો અને વાહનો તેમજ મોબાઈલ કબજે કરીને કુલ 2.29 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપી પકડાયેલ છે જો કે, બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

વાંકાનેરના ચંદ્રપુરના નાલા પાસે સર્વિસ રોડ ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 4,250 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થા તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતું સ્કૂટર નંબર જીજે 36 એઇ 8055 જેની કિંમત 20,000 રૂપિયા તથા વર્ના ગાડી નંબર જીજે 1 કેપી 6446 જેની કિંમત 1.5 લાખ રૂપિયા આમ કુલ મળીને 1,74,250 ની કિંમતના મુદ્દામાલ સાથે વસીમ ઉર્ફે બાપુડી અબ્દુલભાઈ દિવાન (34) રહે. ગેલેક્સી સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઈમરાનભાઈ ઉર્ફે ભૂરો ઈબ્રાહીમભાઇ પઠાણ રહે. ચંદ્રપુર વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

પાંચ બોટલ દારૂ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રજાપતિ સોસાયટી પાસે શેરીમાં સ્કૂટર રાખવામાં આવ્યું હતું જે એક્સેસ સ્કૂટર નંબર જીજે 36 કે 5162 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની ડેકીમાંથી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 5,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 50,000 રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 55,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો છે જોકે આરોપી હાજર ન હોય હાલમાં મોમજીભાઈ પરબતભાઈ સાવધાર રહે. લીલાપર રોડ ન્યુ પ્રજાપતિ સોસાયટી મોરબી વાળાની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News