ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ
Breaking news
Morbi Today

મોરબીના વિજયનગર-જાંબુડીયા ગામે જુગારની બે રેડ: 9 શખ્સો 16,720 ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના વિજયનગર-જાંબુડીયા ગામે જુગારની બે રેડ: 9 શખ્સો 16,720 ની રોકડ સાથે પકડાયા

મોરબીના વિજયનગર તથા જાંબુડીયા ગામની સીમમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 16,720 ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના વિજયનગર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે રફિકભાઈ નુરમહંમદભાઈ જામ (26), મનોજભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (27), પ્રકાશભાઈ કલાભાઈ ચૌહાણ (29) અને ઈકબાલભાઈ અબુભાઈ ચૌહાણ (40) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 10,420 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વરના મચ્છુનગર વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સંજયભાઈ માવજીભાઈ મકવાણા (35), કિશનભાઇ ચંદુભાઈ હળવદિયા (35), દિલીપભાઈ સુખાભાઈ ચાડમીયા (35), પ્રફુલભાઈ માનસિંગભાઈ કુંઢીયા (36) અને દિનેશભાઈ કરસનભાઈ મકવાણા (45) વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 6,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇલેક્ટ્રીક શોર્ટ

મોરબીના યોગીનગર વિસ્તારમાં ધ્રુવી જેન્તીભાઈ સોલંકી (13) નામની બાળકીને પોતે પોતાના ઘરની અંદર પાણીની મોટર ચાલુ કરવા જતા તેના ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે

ટાયર ફાટતા અકસ્માત

હળવદમાં આવેલ રામદેવપીરના મંદિર પાસે કુંભાર દરવાજા નજીક રહેતા પ્રકાશભાઈ રતિલાલ ચારોલા (41) નામનો યુવાન હળવદના સુરવદર ગામ પાસેથી ટેમ્પો નંબર જીજે 36 વી 0614 લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહનનું ટાયર ફાટતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પ્રકાશભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પહેલા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News