ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓની અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા રક્તદાન-માતૃશક્તિના સન્માન સાથે કાર્યરત કરશે


SHARE







મોરબીમાં મહિલાઓની અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા રક્તદાન-માતૃશક્તિના સન્માન સાથે કાર્યરત કરશે

મોરબીમાં જરૂરિયાતમંદ લોકોને મદદ રૂપ બનાવ માટે વધુ એક બિન સરકારી N.G.O. અનસ્ટોપેબલ વોરિયર્સનો આગામી દિવસથી પ્રારંભ થઈ રહ્યો છે અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ રવિવારના રોજ સવારે વાગ્યે ઉમા ટાઉનશીપ રોડ સરસ્વતી સોસાયટી ખાતે કાર્યક્ર્મ યોજાશે

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ સંસ્થા સેવા પરમો ધર્મ અને વસુધેવ કુટુંબકમ્ની ઉદાત્ત ભાવના સાથે જરૂરિયાતમંદ સુધી હાથોહાથ લોહી પહોંચાડવા સહાયરૂપ થવું, સંસ્થાનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે અને  વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવાપ્રયત્નો કરવામાં આવશે તેમજ ગરીબ બાળકોને રાહતદરે સ્ટેશનરી આપવી, સાક્ષરતા દર ઉંચો લાવવો, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કાર્યો કરવા, સ્ત્રી-સશક્તિકરણને વેગ મળે, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો સરકારી યોજનાઓને સમજે, લાભ લે તે માટે જાગૃતિના કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને ૩૧ મી તારીખે માતૃશક્તિ કે, જેમને જીવનમાં ખુબ જ સઘર્ષ વેઠી મુશ્કેલીના સમયમાં આગળ વધીને સમાજમાં મોભાદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવી માતૃશક્તિનું સન્માન કરવામાં આવશે. સાથેસાથે મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શુભારંભ કાર્યક્રમમાં ડો.જ્યંતીભાઈ ભાડેસિયા પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી, વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ, મોહનભાઈ કુંડારિયા સાંસદ, રાજકોટ, મહંત પ્રેમસ્વામી, સંસ્કાર ધામ મોરબી, બ્રિજેશભાઈ મેરજા મંત્રી ગુજરાત સરકાર, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી કાંતિલાલ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.






Latest News