મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી


SHARE







કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી

રક્ષા બંધનના આગલા દિવસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના જવાનો સંગ અબડાસા તાલુકાનાં જખૌ કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડલ, કચ્છ જીલ્લા ભાજપની બહેનો, કચ્છ યુવક સંઘ સંચાલીત બી.બી. એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનો સાથે જઇ રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરી છે.

ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશિષ આપે છે. અને ભાઈ બહેન ના સુખ દુખમાં સહભાગી થવાનો વચન આપે છે. તેમ જણાવતા સાંસદશ્રી વિનોદભાઇએ જણાવ્યુ હતુ કે, પવિત્ર દિવસ ને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહમણો જનોઇ બદલે છે. માછીમારો દરિયા દેવની પુજા કરે છે. આપણી અને આપણા માં ભોમ ની રક્ષા કરતાં સરહદના સંત્રીઓ પણ કોઈ બહેન ના ભાઇ છે. રક્ષા બંધનના વતન થી દુરહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દીલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેક પોસ્ટ પર જઇ તેમના ખમીર સેવા અને સુરક્ષા ને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સુત્ર બાંધી તેમને આશિષ પાઠવમાં આવે છે. તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ.

જખૌ કોસ્ટલ એરિયા, ૧૫૩ બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. BSF હેડ કમાન્ડન્ડશ્રી મનીષ નેગી, ડેપ્યુટી કમાન્ડન્ડ રાજકુમાર શર્મા, સિકંદર ફિરોદી સહિત દરેક જવાનો ને મીઠાઇ નું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેસમુખ, સર્વ મહાવીરસિંહ જાડેજા, (તા.પ.અબડાસા) કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, પ્રકાશભાઇ ડગરા, વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી પાલિકાપુર્વ જીલ્લા પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, સાહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને રક્ષા બંધનનો તહેવાર જવાનો સાથે સહ ભોજન કરી ઉજવણી કરી હતી.






Latest News