મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હથિયારબંધી-લોકોને ભેગા થવા પર પ્રતિબંધ


SHARE











મોરબી જિલ્લામાં હથિયારબંધી-લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૧૧ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે.  પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.
લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા નોવેલ કોરોના વાઇરસ (COVID-૧૯)નું સંક્રમણ અટકાવવા તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.3૦-૧૧ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.






Latest News