ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક
Breaking news
Morbi Today

મોરબી: મતદાર શિક્ષણ-જાગૃતિની ઉત્તમ કામગીરી કરનાર મીડિયા હાઉસને એવોર્ડથી સન્માનિત કરાશે


SHARE









મોરબી: મતદાર શિક્ષણ-જાગૃતિની ઉત્તમ કામગીરી કરનાર મીડિયા હાઉસને એવોર્ડથી સન્માનિત કરાશે

ગુજરાતમાં  વર્ષ ૨૦૨૧ દરમિયાન મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ સંબંધિત ઉત્તમ  પ્રકારની પ્રચાર-પ્રસારની કામગીરી કરનાર મીડિયા હાઉસને  ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિવિધ કેટેગરીમાં ‘નેશનલ મીડિયા એવોર્ડ’૨૦૨૧ આપવામાં આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા કેટેગરી મુજબ આપવામાં આવનાર જુદા જુદા ચાર એવોર્ડમાં (૧) પ્રિન્ટ મીડિયા, (૨) ઇલેકટ્રોનિક્સ મીડિયા (ટેલિવિઝન) (૩) ઇલેકટ્રોનિક્સ મીડિયા (રેડિયો) અને (૪) ઓનલાઇન (ઇન્ટરનેટ)/ સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે.

નેશનલ મીડિયા-૨૦૨૧ મેળવવા ઇચ્છુક  મીડિયા હાઉસે વર્ષ દરમિયાન મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ અંગે કરેલી પ્રચાર-પ્રસારની કામગીરીની તમામ વિગતો સાથેની દરખાસ્ત-અરજી અંગ્રેજી ભાષામાં જ હાર્ડ તથા સોફ્ટકોપીમાં (.docx ફાઇલમાં) આગામી તા. ૨૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં કરવાની રહેશે. જેમાં સંબંધિત મીડિયા હાઉસનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ માટેનો ઉલ્લેખ કરવાનો રહેશે.સંબંધિત મીડિયા હાઉસે એવોર્ડ માટેની અરજી-દરખાસ્ત સેકશન અધિકારી, (SVEEP Division) મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોકનં.૭, બીજો માળ, નવા સચિવાલય, ગાંધીનગર લેન્ડ લાઇન નં. ૦૭૯-૨૩૨૫૫૭૪૬ (SVEEP branch) Email-sveepceogujarati@gmail.com મેઇલ ઉપર તેમજ હાર્ડ કોપી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત મીડિયા હાઉસ-સંસ્થાઓ પોતાની દરખાસ્ત સીધે સીધી ચૂંટણી પંચને પણ સમયમર્યાદમાં કરી શકે છે જેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે તેમ અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.




Latest News