મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની પીજી પટેલ કોલેજમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી


SHARE











મોરબીની પીજી પટેલ કોલેજમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી

15 મી ઓગસ્ટ નિમિતે 78 માં સ્વાતંત્ર પર્વની મોરબીની પીજી પટેલ ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપક પ્રોફેસર અવચરભાઈ ગોધાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.કોલેજના પ્રિન્સિપાલ ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ અને મુખ્ય અતિથિ પ્રોફેસર અવચરભાઈ ગોધાણીના હસ્તે ધ્વજવંદન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં કોલેજના વિવિધ વિદ્યાર્થીઓએ સ્વાતંત્રતા પર્વને અનુરૂપ અલગ અલગ થીમ પર પોતાના વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા સાથે સાથે કોલેજમાં કોલેજકાળના અભ્યાસ દરમિયાન અદકેરી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેઓએ યુનિવર્સિટી કક્ષાએ 100 માંથી 100 ગુણ મેળવેલ છે.તેમજ પ્રથમ બીજો અને ત્રીજો ક્રમાંક મેળવેલ છે અને અલગ અલગ સ્પર્ધાઓમાં કોલેજનું નેતૃત્વ કરેલ છે તેવા વિદ્યાર્થીઓને શીલ્ડ અને કોલેજ પીન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધિ કોલેજના પ્રાધ્યાપક પ્રોફેસર અનિલભાઈ કંસારા દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ સ્ટાફએ આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ અને ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ જેહમત ઉઠાવી હતી.






Latest News