સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત


SHARE





મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત

મોરબીના લક્ષ્મીનાગર ગામેથી કાકા ભત્રીજા અને ધરમપુર ગામેથી યુવાન ઘેટા બકરા ચરાવવા માટે થઈને નવા સાદુળકા ગામ પાસે ગયા હતા ત્યારે ત્યાં પાણીના ખેત તલાવડામાં નાહવા માટે ગયેલ બાળક સહિત કુલ ત્રણેય વ્યક્તિ પાણીમાં ગયા હતા અને કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા જો કે, ત્યાં તેઓના મોબાઈલ, ચપ્પલ અને કપડાં પડેલા હતા જેથી તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા હતી જેથી તાત્કાલિક ફાયર વિભાગને બનવાની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બાળક સહિતના ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે રહેતા હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા (28) અને તેઓનો ભત્રીજો જયદેવ સોંડાભાઈ રાતડીયા (13) તેમજ મોરબી તાલુકાનાં ધરમપુર ગામે રહેતા કાળુભાઈ ગીગુભાઈ વેહરા (31) ઘેટાં બકરા ચરાવવા માટે મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે લઈને ગયા હતા ત્યારે પાણી ભરેલા ખેત તલાવડામાં બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં તેઓ નાહવા માટે થઈને પડ્યા હતા દરમ્યાન તેઓ બહાર ન નીકળતા માલ ઢોર લઈને ચરાવવા માટે ગયેલા અન્ય વ્યક્તિઓ ત્યાં જોવા માટે ગયા હતા ત્યારે તલાવડાના કાંઠે મોબાઈલ ફોન, કપડાં અને ચપ્પલ પડ્યા હતા જો કે, નાહવા માટે ગયેલ ત્રણેય વ્યક્તિ દેખાતા ન હતા.

જેથી કરીને નાહવા માટે પડેલા ત્રણેય વ્યક્તિ કોઈ કારણોસર પાણીના તલાવડામાં ડૂબી ગયા હોવાથી આ અંગેની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પાણીમાંથી હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા, તેના ભત્રીજા જયદેવ સોંડાભાઈ રાતડીયા અને કાળુભાઈ ગીગુભાઈ વેહરાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News