મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 25 લાભાર્થીઓ બહેનોને સિવણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા 25 લાભાર્થીઓ બહેનોને સિવણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા
 

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા કાયમી પ્રોજેક્ટના ભાગરૂપે રણછોડનગર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલતા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ ઉમિયા સર્કલ પાસે આવેલા શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે યોજવામાં આવ્યો હતો.જેમાં 25 લાભાર્થીઓ બહેનોને સિવણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ સેવાકીય કાર્યક્રમમાં વિશાલભાઈ દેત્રોજાએ લાભાર્થીઓ બહેનોને સિવણ બ્યૂટી પાર્લર તેમજ ભરત ગુંથણની ખૂબ સરસ માહિતી આપી હતી. રમેશભાઈ રૂપાલાએ જણાવ્યુ એચએટીયુ કે લાયન્સ કલબ ઓફ મોરબી આવા સેવાકીય પ્રકલ્પો સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કુટુંબો માટે જ ચલાવે છે અને દેવકરણભાઈ આદ્રોજાએ પણ જરૂરિયાતમંદ પરિવાર અને સમાજમાં આર્થિક નબળા વર્ગના કલ્યાણ માટે લાયન્સ કલબ સાથે જોડાઈને આવા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

સિવણ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કુટીર ઉદ્યોગના અધિકારી વિશાલભાઈ દેત્રોજા, ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ પાસ્ટ ડિ.ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા, ખજાનચી મણિલાલ કાવર તથા સભ્ય પરસોતમભાઈ કાલરીયા તથા મહંત બાબુભાઈ, બાલુભાઈ કડીવાર અને વિનુભાઈના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના સંચાલિકા કાજલબેન જાની, હેતલબેન ભટ્ટ અને જયશ્રીબેન રાઠોડ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે મણિલાલ જે. કાવર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી






Latest News