વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે શ્યામપાર્કમાં વૃધ્ધનું મકાન પચાવી પાડનાર મહિલાની ધરપકડ


SHARE







મોરબીના પીપળી ગામે શ્યામપાર્કમાં વૃધ્ધનું મકાન પચાવી પાડનાર મહિલાની ધરપકડ
મોરબીના પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં વૃધ્ધના માલિકીના મકાનમાં કબ્જો કરીને મકાન પચાવી પાડનાર મહિલાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને હાલમાં આ ગુનામાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

મૂળ જીવાપર(ચ)ના રહેવાસી અને હાલમાં મોરબીમાં સામાકાંઠે હાઉસીંગ બોર્ડ શેરી નં.-૧૫ બ્લોક નં.-૧૪૦ માં રહેતા મકનભાઇ નથુભાઇ સરાવાડીયા જાતે પટેલ (ઉ.૬૫)એ ઉષાબેન ચંદ્રેશભાઇ પંડયા રહે. પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી વાળીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેઆજથી આશરે બે વર્ષ પહેલાથી આજદિન સુધી પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં મહીલા આરોપીએ ફરીયાદીની માલીકીના પીપળી ગામના સર્વે નં.-૨૯૧/૨ પૈકી-૩ પૈકી-૧ ની જમીનમાં આવેલ પ્લોટ નં.-૧૫ પૈકીની ચોરસ ફુટ-૪૮૦.૪૫૬ તેના ચો.મી.૪૪-૬૫૨ ની જમીન વાળા મકાનમાં ગેરકાયદેસર કબ્જો કર્યો છે અને મકાન પચાવી પાડી ગુન્હો કર્યા છે જેથી કરીને પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને મહિલાની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૪(૩)૫(ગ) મુજબ ગુનો નોંધ્યો હતો અને હાલમાં તે મહિલા આરોપી ઉષાબેન ચંદ્રેશભાઇ પંડયા રહે. પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી વાળીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News