મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાતા એક વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાતા એક વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાતા એક વર્ષના બાળકને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે બાળકને સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલ સહયોગ કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં રમેશભાઈ ડામોરનો એક વર્ષનો દીકરો શિવમ પાળી (દીવાલ) ઉપરથી પડી ગયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે શિવમને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલા આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા શિવમનું મોત નિપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News