મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને ધારાસભ્યઓ-અધિકારીઓ સહિતનાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ


SHARE











મોરબી મચ્છુ જળ હોનારતના દિવંગતોને ધારાસભ્યઓ-અધિકારીઓ સહિતનાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 45 વર્ષ પુરા થઇ ગયા છે જો કેન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. અને મોરબી હોનારતની તારીખ હોવાથી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે મોરબીમાં મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

11 મી ઓગસ્ટ 1979 ના દિવસને મોરબીમાં 45 વર્ષ પહેલા મચ્છુ-૨ ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. અને મચ્છુ-૨ ડેમનો એક બાજુનો માટીનો પાળો તૂટવાથી જળપ્રલયની ભયાનક ઘટના સર્જાઈ હતી જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે. જો કેમોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી.

પરંતુ હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા. જેથી દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે, હોનારતના કાળા દિવસને યાદ કરે છે. અને મોરબી પાલિકા કચેરીથી મણિમંદિર પાસે મૂકવામાં આવેલ દિવંગત આત્માઓની ખાંભી સુધીની દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે પણ મૌન રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથારિયાકલેક્ટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News