મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક જુદાજુદા ત્રણ કારખાનામાં 9.66 લાખના વાયરની ચોરી કરવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ: 10.43 લાખનો મુદામાલ કબજે


SHARE







વાંકાનેર નજીક જુદાજુદા ત્રણ કારખાનામાં 9.66 લાખના વાયરની ચોરી કરવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ: 10.43 લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકાના ઢુવા વીસ્તારના અલગ અલગ સીરામીક કંપનીઓમાં પ્લેટિનીયમ વાયરની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ચોરીનો ભેદ ઉકેલીને ચોરી કરનાર તેમજ ચોરીનો માલ  ખરીદનાર એમ ચાર ઇસમોની ધરપકડ કરેલ છે. અને ચોરીમાં ગયેલ મુદામાલ ઉપરાંત એક્ટિવા, મોબાઈલ ફોન વિગેરે મળીને 10,43,750 નો મુદામાલ કબજે કર્યો છે.

વાંકાનેર તાલુકાના ઢુવા વીસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી., ગ્રીનસ્ટોન ગ્રેનાઇટો તથા સોલીજો વિટ્રીફાઇડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તથા થર્મોકપલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાયેલ છે જેથી કરીને આરોપીઓને પકડવા માટે વાંકાનેર તાલુકાનાં મહિલા પીએસઆઈ એલ.એ. ભરગા અને ટિમ કારખાનોમાં કરવામાં આવેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે કામ કરી રહી હતી તેવામાં ક્રિપાલસિંહ ચાવડા, સંજયસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે ત્રણ આરોપીઓની 600 કિલો ગ્રામ કોપરવાયર તથા થર્મોકપલમાંથી નીકળતો પ્લૅટીનીયમ તાર 77.5 ગ્રામ આમ કુલ મળીને 9,66,250 ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીઓ તથા ચોરીનો માલ ખરીદનાર ભંગારના ડેલાવાળા એમ મળી કુલ ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસે ચોરીના આ ગુનામાં આરોપીઓ દીવ્યેશભાઇ રાયસંગભાઇ ઝાલા (26) રહે. હાલ નીત્યાનંદ સોસાયટી મોરબી મુળ રહે. ધામળેજ તાલુકો સુત્રાપાડા, મીતકુમાર રાયસિંહભાઇ પરમાર (19) રહે. કાજ તાલુકો કોડીનાર, મંતવ્ય નાથાભાઇ મોરી (22) રહે. હાલ  નીત્યાનંદ સોસાયટી મોરબી મૂળ રહે. અડવી તાલુકો કોડીનાર અને બીલાલ રફીકભાઇ કચ્છી (28) રહે. વીશીપરા મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી 600 કિલો કોપર વાયર જેની કિંમત 5.40 લાખ, થર્મોકપલમાંથી કાઢેલ 77.5  ગ્રામ પ્લેટીનીયમ તાર જેની કિંમત 4,26,250, એક એક્ટીવા, 4 મોબાઇલ, રોકડા 2500 રૂપીયા આમ કુલ મળીને 10,43,750 નો મુદામાલ કબજે કરેલ છે.

વધુમાં પોલીસે પાસેથી ચોરી કરવાની આરોપીઓની એમ.ઓ. જાણવા મળી હતી જેમાં આરોપી દીવ્યેશભાઇ રાયસંગભાઇ ઝાલા માટેલ ચોકડી પાસે આવેલ લીવીઝોન કારખાનામાં વાયરમેન તરીકે કામ કરતો હતો જે આજબાજુમાં આવતા કારખાનાની દીવસના સમયે રેકી કરી તેના મીત્રો મીતકુમાર પરમાર તથા મંતવ્ય મોરી સાથે રાતના સમયે કારખાને જઇને દીવ્યેશ તથા મંતવ્ય કારખાના અંદર જઇ ચોરી કરતા અને મીત કારખાનાની બહાર રહી ધ્યાન રાખતો હતો અને ચોરી કરીને ચોરીનો મુદ્દામાલ કોપર વાયર ભંગારના ડેલાવાળા બીલાલ રફીકભાઇ કચ્છીને વેચી નાખતા હતા જેથી પોલીસે ચારેય આરોપીની હાલમાં ધરપકડ કરેલ છે.






Latest News