ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક વિટ્રીફાઈડના કારખાનામાંથી 3.09 લાખના પ્લેટીનિયમ તારની ચોરી: ત્રણ સામે ફરિયાદ


SHARE







વાંકાનેરના માટેલ નજીક વિટ્રીફાઈડના કારખાનામાંથી 3.09 લાખના પ્લેટીનિયમ તારની ચોરી: ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ વિટ્રીફાઈડના કારખાનામાંથી થર્મોકપલમાંથી પ્લેટીનિયમના તાર જેની કુલ કિંમત 3,09,375 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં કારખાનેદાર દ્વારા ત્રણ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં દેવદર્શન એપાર્ટમેન્ટના બ્લોક નંબર 301 માં રહેતા રેનીશકુમાર કાંતિભાઈ કથરોટીયા જાતે પટેલ (45)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિવ્યેશભાઈ રાયસીંગભાઇ ઝાલા જાતે કારડીયા રાજપુત રહે. ધામળેજ તાલુકો સુત્રાપાડા, મંતવ્ય નાથાભાઈ મોરી જાતે કારડીયા રાજપુત રહે. કાજ તાલુકો કોડીનાર અને મીતકુમાર રાયસિંહભાઈ પરમાર જાતે કારડીયા રાજપુત રહે. કાજ કોડીનાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સોલીજો વિટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની ઓફિસમાં રાખવામાં આવેલ 45 થર્મોકપલમાંથી પ્લેટિનિયમના તાર જે એક થર્મોકપલમાં 1.25 ગ્રામ વજન હોય છે અને પ્લેટિનિયમ એક ગ્રામની કિંમત 5500 રૂપિયા હોય છે જે કુલ મળીને 56.25 કિલો તારની ચોરી કરી હોય 3,09,375 રૂપિયાની કિંમતના મુદ્દા માલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News