મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકાનું જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં અપાયું


SHARE











વાંકાનેર નગરપાલિકાનું જન્માષ્ટમી મેળાનું ગ્રાઉન્ડ 18 લાખમાં અપાયું

વાંકાનેરમાં છેલ્લા વર્ષોથી જન્માષ્ટમીના મેળા માટેનું મેદાન હરાજી કરીને આપવામાં આવે છે તેવી જ રીતે આજે મેળાના મેદાનની વાંકાનેર પાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી રાખવામા આવી હતી જેમાં કુલ સાત પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. અને હરાજીના અંતે લોકમેળા માટેનું મેદાન 18 લાખમાં જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવેલ છે.

વાંકાનેર પાલિકા કચેરી ખાતે આજે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ.વી. કાનાણીની હાજરીમાં મેળાના મેદાન માટેની હરાજી કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને સાત પાર્ટીઓએ ભાગ લીધેલ હતો. અને 3.10 લાખની બેઝ પ્રાઇઝથી મેળાના મેદાનની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને‌ ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખની બોલવામાં આવી હતી અને સૌથી ઊંચી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા લગાવવામાં આવતા મેળા માટેનું મેદાન પાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,મેદાન માટે બોલી લગાવનાર દાવેદાર દ્વારા પાલિકામાં બોલીની રકમ જમા કરાવવામાં નહીં આવે તો, તેને રદ કરી તેનાથી નીચે બોલી લગાવનારને આ ગ્રાઉન્ડ આપવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે.






Latest News