ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબી જિલ્લામાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપી પાસા હેઠળ જેલ હવાલે

મોરબીમાં આવેલ રણછોડનગર અને માળીયાના દેવગઢ ગામે નકલી દારૂની બે મિનિ ફેક્ટરી પકડાયેલ હતી અને જે ગુનામાં પકડાયેલા આરોપીઓ સામે પાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને ત્રણ આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયા પાસેથી મળેલ માહિતિ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણછોડનગર અને માળીયા (મિ)ના દેવગઢ ગામે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો હતો અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેની પાસા દરખાસ્ત જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીને મોક્લાવેલ હતી જેને મંજૂર કરવામાં આવતા પીઆઇની સૂચના મુજબ એલસીબી પીએસઆઈ કે.એચ.ભોચીયા અને સ્ટાફ દ્વારા આરોપી અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ (મિયાણા) (24) રહે. જોન્સનગર લાતી પ્લોટ શેરી નં -૧૧ મોરબી વાળાને મધ્યસ્થ જેલ વડોદરા, જયદિપભાઇ જીવણભાઇ સવસેટા (બોરીચા) (27) રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાને જિલ્લા જેલ જુનાગઢ અને જયરાજભાઇ જીવણભાઇ સવસેટા (બોરીચા) (24) રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના વાવડી રોડ પર આવેલ ભગવતીપરામાં રહેતા કાસમભાઇ ઇસ્માઈલભાઈ (57)ના મના આધેડ મોરબીના ટિંબડી ગામના પાટીયાથી ધરમપુર વચ્ચેના રસ્તા ઉપરથી બાઇક લઈને જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી છે.






Latest News