મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવેલ હોય 600 કિલો કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3.60 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ તપોવન રેસીડેન્સીમાં કશ્યપ પેલેસ બ્લોક નં- 702 માં રહેતા પાર્થભાઈ અનિલભાઈ લોરીયા જાતે પટેલ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના તેના કારખાનામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. અને 400 મીટર જેટલો કોપર વાયર જેની વજન 600 કિલોગ્રામ થાય છે અને તેની કિંમત 3.60 લાખ થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં છરી મારીને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર પાસે આવેલ વી-સ્ટાઇલ નામના કારખાનાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી તવાઈસિંગ લખુસિંગ ચૌહાણ (19) નામના યુવાનને છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જનકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News