મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે સંસ્કાર ભવનમાં કોળી કેરિયર એકેડેમી દ્વારા સંતો અને આગેવાનોની હાજરીમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હાજર રહેવાના હતા જો કે, અનિવાર્ય સંજોગોના કારણે તે આવી શક્યા ન હતા. પરંતુ સફળ થયેલ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

વાંકાનેરમાં કોળી કેરિયર એકેડેમી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સાળંગપુર ધામના આર્યન ભગત તથા કાળાસર ઠાકરધણીની જગ્યાનાં મહંત વાલજી ભગત તથા પરિવર્તન કોળી કેરિયર એકેડેમી સુરેન્દ્રનગરનાં ડૉ. મુકેશભાઇ મકવાણા, વાંકાનેરના રેન્જ ફોરેસ્ટનાં આરએફઓ જે.જી. મેણીયા તથા વાંકાનેરનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કોળી સમાજના સામાજીક અને રાજકિય આગેવાનો, વાલીઓ તથા સરકારી કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સિલ્ડ, પ્રમાણપત્રસતેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે મહંત વાલજી ભગતે પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ. તેમજ સાળંગપુર ધામના આર્યન ભગતે સમાજમાં એકતા આવે, સમાજ વ્યસન મુક્ત થાય, શિક્ષણ સાથે જીવન ઘડતર તેમજ જીવનમા ધર્મનું મહત્વ સમજાવતું પ્રેરક પ્રવચન આપ્યુ હતુ. આ ઉપરાંત સમાજના આગેવાનોએ સમાજના યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાવા માટે આહવાન કરવામાં આવ્યુ હતુ. અને ખાસ કરીને સમાજના દરેક શૈક્ષણિક કાર્યોમાં પૂરતો સહયોગ આપવા હાકલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોળી કેરિયર એકેડેમી વાંકાનેરની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News