ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં એવોર્ડી ટીચર કમલેશ દલસાણીયાએ ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું


SHARE







મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં એવોર્ડી ટીચર કમલેશ દલસાણીયાએ ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું

મોરબીની ટીંબડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને મહામહિમ રાજ્યપાલના હસ્તે સન્માનિત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક કમલેશભાઈ દલસાણીયા પોતાનું ટાઈમ, ટિફિન, ટીકીટ લઈને શાળામાં આવી બે કલાક સુધી વાર્તા,જાણવા જેવું, અવનવા ગાણિતિક કોયડા, જાદુની પ્રવૃત્તિઓ જેવી કે બોર્ડ પર લખેલા શબ્દો પૈકી એક શબ્દ વિદ્યાર્થીઓ ધારી લે અને દાવ આપનાર વ્યક્તિ એ ધારેલો શબ્દ કહી દે, ચિઠ્ઠીમાં લખેલ શબ્દ કાનથી વાંચવો,સામાન્ય જ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારીઓ કરવી વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી કમલેશભાઈ દલસાણીયાએ ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું. અને શરૂઆતમાં શાળાના શિક્ષક દયાળજીભાઈ બાવરવાએ કમલેશભાઈનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ કમલેશભાઈની કર્મનિષ્ઠાને બિરદાવી માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળા વતી આભાર પ્રકટ વ્યક્ત કર્યો હતો.






Latest News