મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં જોખમી રીતે જાહેરમાં આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીનો વિડીયો વાયરલ !: પોલીસ નિંદ્રાદિન


SHARE







મોરબીમાં જોખમી રીતે જાહેરમાં આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીનો વિડીયો વાયરલ !: પોલીસ નિંદ્રાદિન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ડી માર્ટની બાજુમાં જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્કૂટર ઉપર બર્થ ડે કેક રાખીને કેકનું કટીંગ કરવામાં આવે છે. અને ત્યારે જોખમી રીતે આતીશબાજી પણ કરવામાં આવતી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છેતેમ છતાં પણ પોલીસ દ્વારા જાહેરમાં જોખમી રીતે આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન કરનારાઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી !

ગુજરાતના જુદા જુદા શહેરોની અંદર અવારનવાર જાહેરમાં રસ્તા ઉપર ગાડીઓ માથે કેક રાખીને કેક કટીંગ કરવામાં આવતું હોયહથિયારથી કેક કટીંગ કરવામાં આવતું હોય તેમજ જોખમી રીતે આતિશબાજી કરીને કેક કટીંગ કરવામાં આવતું હોય આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશનના આવા આયોજન કરનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે જોકે મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં ડી માર્ટ પાસે લગભગ ત્રણથી ચાર દિવસ પહેલા જાહેરમાં સ્કૂટર ઉપર કેક રાખીને કેક કટીંગ કરવામાં આવ્યું હતું અને બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું.

ત્યારે ત્યાં હાજર રહેલા શખ્સો દ્વારા પોતાના હાથમાં ફટાકડા રાખીને જાહેરમાં આતીશબાજી કરવામાં આવતી હતી અને પોતાના તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે આતિશબાજી કરવામાં આવતી હતી જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી વાયરલ થયેલ છેતેમ છતાં પણ આ બાબતે પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જાહેરમાં આતિશબાજી કરીને બર્થ ડે સેલિબ્રેશન કરી પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકનારાઓની સામે પોલીસ વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.






Latest News