ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE











માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

માળીયા (મી) તાલુકાનાં મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં સફળ થયેલ કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી સિંચાઇ વિભાગમાંથી સેકશન ઓફિસર જયદીપભાઈ પટેલ તથા કાલરીયાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોટીબરાર ગામના સરપંચ સુરેશભાઈ રાઠોડબી.આર.સી.કો.ઓર્ડિનેટર એમ.એમ.રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં NTSE પરિક્ષા, IIT એન્ટ્રેસ પરિક્ષા,તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ,સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન જેવા વિષયો પર રવિભાઈ ધ્રાન્ગા, સાકરીયા ખોડુસિંહ, કલ્પેશભાઈ કાનેટિયા, ગામી યોગેશભાઈ દ્વારા ppt સાથે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડિ. નિરંજની નરેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવેલ હતું.






Latest News