મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે આકાશી વીજળી પડતા યુવાનનું મોત


SHARE











વાંકાનેર તાલુકાના ભેરડા ગામે ખાણમાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે આકાશી વીજળી તેના ઉપર પડી હતી જેથી તેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી સાંજના સમયે વરસાદી માહોલ હોય છે તેવી જ રીતે આજે સાંજે પણ જુદા જુદા વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે તેના ઉપર આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સાંજના છએક વાગ્યાના અરસામાં ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી તેમજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતકના પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર થતી સહાય વહેલી તકે મળે તે માટે થઈને વાંકાનેરના ટીડીઓ દ્વારા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવેલ છે.






Latest News