ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે જુદાજુદા આઠ રોડના કામ ચોમાસા બાદ શરૂ કરાશે: ચીફ ઓફિસર


SHARE











મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે જુદાજુદા આઠ રોડના કામ ચોમાસા બાદ શરૂ કરાશે: ચીફ ઓફિસર

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં ઘણા રોડ દયનીય હાલતમાં છે ત્યારે પાલિકા દ્વારા હાલમાં જુદાજુદા આઠ રોડના કામ મંજૂર કરવામાં આવેલ છે અને ચોમાસુ પૂરું થયા બાદ આ રોડના કામ શરૂ કરવામાં આવશે જો કે, હાલમાં કોઈ રોડ ઉપર ખાડા હશે તો તેને બુરવામાં માટેની કામગીરી કરવામાં આવશે

મોરબી પાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપતા જણાવ્યુ હતું કે, સરકારની જુદી- જુદી ગ્રાન્ટ અન્વયે મોરબીમાં એક કે બે નહીં આઠ રોડ મંજૂર કરવામાં આવેલ છે. અને જુદીજુદી એજન્સીઓને કામ ચાલુ કરવા માટેના વર્ક ઓર્ડર પણ પાલિકામાંથી આપી દેવામાં આવેલ છે જો કે, હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે જેથી કરીને ચોમાસા પછી તુર્તજ આ રોડના કામ શરૂ કરી દેવામાં આવશે જે રોડ બનાવવામાં આવશે તેમાં એચ.ડી.એફ.સી. ચોકથી રામ ચોક સુધી સી.સી.રોડ, ચિત્રકૂટ ટોકીઝથી જુના મહાજન ચોક તથા ચિત્રકૂટ ટોકીઝ થી સુપર ટોકીઝ સુધી સી.સી.રોડ, દરબાર ગઢથી જુના બસ સ્ટેશન સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, જેલ ચોકથી મચ્છુ માંના મંદિર સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, કલેકટર બંગલાથી સ્ટેશન રોડ સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, કુંજ ચોકડીથી નવલખી બાયપાસ સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, જુના બસ સ્ટેશન સર્કલ થી સ્ટેશન રોડ(અયોધ્યા પુરી મેઈન રોડ) સુધી ડામર રોડ રીસર્ફેસીંગ, શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખતસિંહજી મેઈન રોડ) પેવર બ્લોકનો સમાવેશ થાય છે. જો કે, ચોમાસા દરમ્યાન કોઈ રોડ ઉપર ખાડા હશે તો તેને બુરવા માટેની કામગીરી કરવામાં આવશે.






Latest News