મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક જૂના મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે મારમાર્યો


SHARE







મોરબી નજીક જૂના મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે મારમાર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હોટલ સામેથી યુવાન ડબલ સવારી બાઈકમાં પસાર થતો હતો ત્યારે જૂના મનદુખનો ખાર રાખીને બોલેરો ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા ઘોકા વડે તે યુવાને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને જમણા હાથમાં ફેક્ચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાનના કાકાએ કરેલી રજૂઆતો બાદ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે અને હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા જયેશકુમાર ભોજાભાઇ પરમાર જાતે ભરવાડ (31)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં હરજીભાઈ ભારાભાઈ રાતડીયા, મસાભાઈ હિન્દુભાઈ રાતડીયા, કાનાભાઈ જસાભાઈ રાતડીયા અને ધમાભાઈ પોપટભાઈ રાતડીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 8/7/24 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં તે ડબલ સવારી બાઈકમાં મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શબરી હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જૂના મનદુખનો ખાર રાખીને ચારેય આરોપીઓ બોલેરો ગાડીમાં ત્યાં આવ્યા હતા અને ધોકા વડે ફરિયાદી યુવાનને માર માર્યો હતો જેથી તેને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે તે સમયે ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનના કાકા અને આમ આદમી પાર્ટીના આગેવાન ગોકળભાઈ ભરવાડ દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ હવે આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રાજેશ્રીબેન રાજુભાઈ પરમાર (11) નામની બાળકી બાઇકમાં બેસીને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ હતી ત્યારે બાઈકમાંથી કોઈ કારણોસર તે નીચે પડી જતા તે બાળકીને ઈજા થવાના કારણે ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના બેલા ગામે રહેતા ગીતાબેન રમેશભાઈ અઘારા (46) નામના મહિલા મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્ક નજીકથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર ગામે રહેતા જયંતીભાઈ બાલકૃષ્ણભાઈ આદ્રોજા (60) નામના વૃદ્ધ રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા. ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો. જેમાં તેઓને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News