ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં બે મહિલા સહિત પાંચની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં બે મહિલા સહિત પાંચની ધરપકડ

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેની પાસેથી સ્યૂસાઇટ નોટ પણ મળી હતી આવી હતી જેથી કરીને મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે આ ગુનામાં પહેલા મૃતકની પ્રેમિકાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં બે મહિલા સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લાના લજાઈ ગામનો મૂળ રહેવાસી અને ટુર્સ ટ્રાવેલ્સમાં વાહન ચલાવવાનું કામ કરતાં અને મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેમાં મૃતક યુવાને લખ્યું હતું કે, આ મારીયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. જેથી કરીને પોલીસે મૃતકના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફારીયાદ લીધી હતી અને આ ગુનામાં પહેલા મહિલા આરોપી મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ મૂળ રહે. ઐઝાવલ મિઝોરમ હાલ રહે.લાલપર સીરામીક સીટી મોરબી વાળી ધરપકડ કરેલ હતી જે મહિલા રિમાન્ડ ઉપર છે તેવામાં આ ગુનામાં પોલીસે હાલ લાલબીઆકન્ની ઉર્ફે બોયતેન લાલકિંગકીમા (49) મૂળ નરેરગસ્ટ હાઉસ પાસે મિઝોરમ હાલ રહે. 302 દિવ્યમ એપાર્ટમેન્ટ શીલજ બ્રિજની પાસે અમદાવાદ, બાળકીમી ઉર્ફે એન્જલ લાતરામ જાટ (34) મૂળ રહે. ટાઈટેલેના સેક્સનવીસી મિઝોરમ હાલ રહે. દિવ્યમ એપાર્ટમેન્ટ અમદાવાદ, સંદીપ કેશવલાલ પ્રજાપતિ (41) 5-b જ્ઞાનદિપ સોસાયટી ભાઈ કાકા નગર થલતેજ અમદાવાદ, પ્રદીપ બબલુ પોસે (27) રહે. સરિયાની હાવર પોલીસ સ્ટેશન રૂપમપુરા વેસ્ટ બંગાળ હાલ રહે. દિવ્યમ એપાર્ટમેન્ટ અમદાવાદ અને વિશાલ બચુભાઈ બોરીચા (24) રહે. કોયલી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News