ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ-દુષ્કર્મના આરોપીનું ઘર સળગાવી નાખવાના ગુનામાં સગીરાના બે ભાઈની ધરપકડ


SHARE







મોરબીમાં અપહરણ-દુષ્કર્મના આરોપીનું ઘર સળગાવી નાખવાના ગુનામાં સગીરાના બે ભાઈની ધરપકડ

મોરબીની રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો યુવાન સગીરને ભગાડી ગયો હતો જે બાબતનો ખાર રાખીને સગીરના ભાઈ અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ યુવાનના ઘરે આવ્યા હતા અને તેના ઘરમાં આગ ચાંપી દીધી હતી જેથી કરીને ઘરવખરી અને માલસામાન બળીને ખાખ થઈ હયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગર બ્લોક નંબર એફ-4 રહેતા રાજેશભાઈ ડાયાલાલ ચાવડા જાતે રાજપૂત (પખાલી) (51) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપીની બહેનને ફરિયાદીનો દીકરો કાનજી ભગાડીને લઈ ગયો હતો અને ત્યારબાદ તે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. અને ફરિયાદી પોતાના પરિવાર સાથે વાંકાનેર પોલીસ સ્ટેશનને ગયા હતા. તેમજ આરોપીની બહેન પોતાના પરિવાર સાથે પાછી તેના ઘરે જતી રહી હતી.

તેમ છતાં પણ સગીરાના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યા ઘરમાં આગ ચાંપી દીધી હતી જેથી કરીને ફ્રિજ, ટીવી, કબાટ, સેટી, પલંગ, ગાદલા અને ઘરવખરીનો સરસામાન બળીને ખાખ થઈ જતાં 60 હજારથી વધુનું નુકસાન થયું હતું જે બનાવની યુવાનના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ  એન.એ.વસાવા અને તેની ટીમે આ ગુનામાં બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામે રહેતા મુકેશ ખીમજીભાઇ ઉપાસરીયા નામના વ્યક્તિએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News