ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત


SHARE







મોરબી રવાપર ગામે રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાનું આંચકીની બીમારી અથવા પડી જવાથી મોત

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ઓરડીમાં રહેતા યુવાનના પાંચ મહિનાના દીકરાને આંચકીની બીમારી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી (23) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રિશ્વંત ગોવિંદભાઇ ચંદુભાઇ બિસ્ટ જાતે નેપાળી ઉંમર પાંચ મહિનાનું મોત થયું હોવાનું જાણ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના દીકરાને આંચકીની બીમારી હતી અને ચાલુ સારવાર દરમિયાન તેને રહેણાંક મકાને મૂકીને તેની માતા કામ કરવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારે બાળકને આંચકી આવેલ હોય તેને સારવાર માટે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન બીમારી અથવા તો પડી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજયું હતું. જે અંગેની મૃતક બાળકના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રાણીબાગ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભરતભાઈ હકાભાઇ ઝિંઝવાડીયાને ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી,






Latest News