ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનના આપઘાતના ગુનામાં પકડાયેલા પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં યુવાનના આપઘાતના ગુનામાં પકડાયેલા પ્રેમિકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના સીરામિક સિટીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતી અને આ યુવાને સ્યૂસાઇટ નોટ લખી હતી જેમાં તે યુવાનને સ્પામાં કામ કરતી મહિલા સાથે પ્રેમસબંધ હતો તે મહિલા વતનમાં જવાનું કહીને મોરબીથી નીકળી હતી અને અમદાવાદમાં રહેતી હોવાની યુવાનને જાણ થઈ હતી જેથી યુવાન ત્યાં મહિલા પાસે ગયો હતો ત્યારે તે મહિલા અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સોએ તેને ગોંધી રાખીને માર માર્યો હતો જેથી યુવાનને આપઘાત કરી લીધો હતો. જે બાનવમ મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પકડાયેલ મહિલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી હતી ત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે યુવાન પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેમાં મૃતક યુવાને લખ્યું હતું કે, આ મારીયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. જેને પોલીસે કબ્જે કરી હતી. આ બવાનમાં મોરબી બી ડિવિઝન પોલીસ ખાતે મૃતકના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવેલ હતી. આ ગુનામાં હાલમાં મહિલા આરોપી મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ મૂળ રહે. ઐઝાવલ મિઝોરમ હાલ રહે.લાલપર સીરામીક સીટી મોરબી વાળી ધરપકડ કરેલ હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ ગુનામાં હજુ લાલજી ભરવાડ અને વિશાલ બોરીચા રહે. બંને કોયલી તાલુકો ટંકારા વાળાને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે. 






Latest News