મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત


SHARE







મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ સોસાયટીમાં ઘર પાસે માતાજીના મઢમાં યુવાન સફાઈ કરી રહ્યો હતો ત્યારે ચક્કર આવતા પડી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો. આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આધેડને છાતીમાં દુખાવો ઉપડતાં સારવારમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેરકર્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો હિમાંશુ મહેશભાઈ નકુમ (28) નામનો યુવાન પોતાના ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢમાં અષાઢી બીજ નિમિત્તે સાફ-સફાઈ કરી રહ્યો હતો દરમિયાન અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હાજર રહેલા ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં મહિપતસિંહ ઝાલાના મકાનમાં ભાડે રહેતા અશોકભાઈ જયંતીલાલ ઉઘરેજા જાતે કોળી (55) નામના આધેડને પાંજરાપોળ સામે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક સ્લીપ

મોરબીમા વાવડી ચોકડી નજીક આવેલ મગરની વાડી ખાતે રહેતા દયારામ દેવજીભાઈ કંઝારીયા (27) નામનો યુવાન વાવડી ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News